
કાલોલ,કાલોલ પોલીસ સ્ટેશનમાં હિરલકુમાર અજીતસિંહ ગોહીલ રહે. કંડાચ, તા. કાલોલ, જી. પંચમહાલ. જાતે અમો ફરીયાદી કાલોલ ખાતે વકીલાત કરીએ છીએ અને કાલોલ વકીલ મંડળમાં ઉપપ્રમુખ દ્વારા કેન્દ્રીય મંત્રી અને લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરસોત્તમભાઈ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ સામાજીક દરજ્જાને લાંછન લગાવતી અભદ્ર બોલી વિરૂધ્ધ કાર્યવાહી થવા માટે ઈ.પી.કો.કલમ- 153/ક, 499 અને 500 મુજબ ફરીયાદ નોંધાવી.
આરોપી સૌરાષ્ટ્રના વતની અને હાલમાં ભારત સરકારમાં કેંદ્રિય મંત્રી તરીકે કાર્યરત હતા અને આગામી લોકસભા-2024ની ચુટણીના પ્રચારમાં તેમને રાજકોટ ખાતેની એક જાહેર સભામા આરોપીએ કહ્યું હતું કે, અંગ્રેજોએ આપણા પર દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા રાજા મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો પણ કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો કોઇ વ્યવહારો કર્યા સૌથી વધુ દમન તો તેમના પર થયા હતા. એ સમયે તેઓ તલવાર આગળ નહોતા ઝુકયા, આમ, આરોપીએ સમગ્ર ભારત અને ગુજરાતના ક્ષત્રીય સમાજ વિરૂદ્ધ લાગણી દુભાય તે રીતે અભદ્ર ભાષામાં જાહેરમાં ભાષણ કરેલ છે, તેનાથી સમાજને ખુબજ આઘાત લાગ્યો છે અને આ રાષ્ટ્રની સેવા કાજે હજારો વર્ષોથી સમાજ બલીદાન આપતો આવ્યો હોય ત્યારે હિન્દુ ધર્મની રક્ષા કરનાર સમાજને એલ-ફેલ ભાષામાં પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે જાહેર પ્રવચનમાં અપમાન કર્યુ છે. તેનાથી સમગ્ર ક્ષત્રીય સમાજમાં ખુબ જ આક્રોશ વ્યાપેલ છે. જેથી તે સામે સખ્ખત વાંધો ઉઠાવી તેમના વિરૂધ્ધ તાત્કાલિક અસરથી ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી કરી સમગ્ર ક્ષત્રીય સમાજના સામાન્ય નાગરીક તરીકે હું મારી ફરીયાદ નોધાવુ છું. ક્ષત્રીય સમાજની બહેન-દિકરીઓ, મહીલાઓ ખુબજ આક્રોશભરી પરીસ્થિતીમાં આ નિવેદનને વખોડી કાઢે છે, રાજકીય ક્ષેત્રે સિનીયર સિટીઝન એવા કેંદ્રિય મંત્રી તરીકે ક્ષત્રીય સમાજ વિરૂધ્ધ અભદ્ર ભાષા વાપરી સમાજને ઉશ્કેરી હાલની આદર્શ આચાર સંહિતાનો ભંગ કરેલ હોય તેમનુ ઉમેદવારી પત્ર પણ રદ થવું જોઈએ. હિન્દુ રાષ્ટ્રને સાચવી અને જાળવી રાખનાર અને બલીદાનમા ખપી જનાર ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ ટિપ્પણી કરનાર પુરૂષોત્તમભાઈ રૂપાલાએ લોકશાહીના બંધારણીય અધિકારનો કેન્દ્રિય મંત્રી તરીકે હનન કરી ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ સામાજીક દરજ્જાને લાંછન લગાવતી અભદ્ર ભાષા બોલીને તથા બદનક્ષી કરીને સમાજના વિવિધ વર્ગો વચ્ચે વૈમનશ્ય ફેલાવીને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનુ ગુનાહિત ક્રુત્ય કરેલ હોય તેઓની વિરૂધ્ધ કાર્યવાહી થવા માટે ઈ.પી.કો.કલમ- 153/ક, 499 અને 500 મુજબનો ગુનો કરેલ હોય એફ.આઈ.આર. રજીસ્ટર થવા મારી ફરીયાદ છે. આ ફરીયાદ સોશ્યલ મિડીયામાં અને રજીસ્ટર ચેનલોમાં તેમણે આપેલા ભાસણો ના ક્લિપના આધારે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.