કાલોલ તાલુકાના અડાદરા ગામેથી 1.76 લાખનો ઈંગ્લીશ દારૂ એલ.સી.બી.પોલીસે ઝડપ્યો

કાલોલ,પંચમહાલ એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, કાલોલ તાલુકાના અડાદરા ગામના બે ઈસમો ઈકો ગાડીમાં ઈંંગ્લીશ દારૂનો જથ્થો ભરીને લાવીને ધર આગળ સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂ બીયર ટીન મળી કુલ 1,76,760/-રૂપીયા તેમજ ઈકો ગાડી મળી 4,76,760/ રૂપીયા મુદ્દામાલ ઝડપી પાડવામાંં આવ્યો. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના અડાદરા ગામે રહેતા ભરતસિંહ ઉર્ફે ઝીણો નટવરસિંહ જાદવ અને વિક્રમસિંહ સામતસિંહ જાદવ ભેગા મળી પોતાની ઈકો ગાડી નં.જીજે.17.સીએ.6943માંં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ લાવીને ધર આંગણે સંતાડેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સુપર સ્ટ્રોંંગ પ્રિમીયમ બીયર ટીન નંગ-264, રોયલ સ્ટેગ વ્હિસ્કી બોટલ નંગ-12, વ્હીસ્કી બોટલ નંગ-48, મેકડોવેલ વ્હીસ્કી કવાટરીયા નંગ-192, ગોલ્ડન કલેકશન રીર્ઝવ વ્હીસ્કી કવાટરીયા-192, ઓરેન્જ ફલેવર વોડકાના કવાટરીયા નંગ-96 મળી ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો તેમજ બીયર ટીન મળી બોટલો નંગ-996 કિંમત 1,6,760/-રૂપીયા અને ઈકો ગાડી મળી કુલ 4,76,760/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે વેજલપુર પોલીસ મથકે અડાદરાના બુટલેગર ભરતસિંહ ઉર્ફે જીણો જાદવ અને વિક્રમસિંહ જાદવ વિરૂદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.