
કાલોલ તાલુકામાં ભારે વરસાદને કારણે કાચા પાકા મકાનોને સંપૂર્ણ અથવા અંશત નુકશાન થવા પામ્યું હતું. સમગ્ર કાલોલ તાલુકાની ગ્રામ પંચાયતો પૈકી કુલ 70 જેટલા કાચા-પાકા મકાનો પડી ગયા હોવાનું રિપોર્ટ જે તે વિસ્તારના તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવેલ હતો. જે પૈકી ખંડેવાડ, ખંડોળી અને કાનોડ ગામના લાભાર્થીઓને પંચમહાલના સાંસદ રાજપાલ સિંહ જાદવના હસ્તે તેઓના ઘરે જઈને ચેક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.