હાલોલ, કાલોલ તાલુકાના ખેડુતોની વિવિધ માંગણીઓ સંદર્ભે ખેડુત સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
કાલોલ તાલુકાના વિવિધ ગામોમાંથી હિન્દુસ્તાન ખેડુત સેનાના નેજા હેઠળ એકત્રિત થયેલા ખેડુતોએ મામલતદારને આપેલા આવેદનપત્રમાં કરાયેલી રજુઆતો મુજબ, પંચમહાલ જિલ્લામાં પાનમ વર્તુળ હેઠળ આવેલ કરાડ નહેરમાં નર્મદા નહેરનુ પાણી આપવા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના નાના-નાના ટુકડામાં આવેલા ખેતરોમાં જંગલી ભુંડ, રોઝની રંજાડ છે. તેમાં ફેન્સિંગ વાડ માટે સબસીડીમાં વધારો કરવા, ફેન્સિંગ વાડ માટે ઓનલાઈન વેબસાઈટ પુન: શરૂ કરવા, તાલુકાના વિવિધ ગરીબ અને સીમાંત હિન્દુ ખેડુતોની જમીનના સંરક્ષણ હેઠળ ગુજરાતમાં હિન્દુઓ જ જમીન ખરીદી શકે બીજી જ્ઞાતિના નહિ તેવો કાયદો લાવવા, ખેડુતો માટે ટપક પદ્ધતિ સરળ બનાવી તેમાં સબસીડીમાં વધારો કરવા, ઓછા વ્યાજે બેંકમાંથી લોન અપાવવા, બિયારણ અને દવા ઉપર સરકારનો અંકુશ વધારવા, રૂ.3 લાખના ધિરાણના બદલે 6 લાખનુ ધિરાણ વધારવા સહિતની વિવિધ માંગણીઓ સંદર્ભે રજુઆત કરાઈ હતી.