પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા કાલોલ તાલુકા ની 16 સરકારી સસ્તા અનાજ ની દુકાનો મા આકસ્મિક તપાસ કરતા ચાર સસ્તા અનાજ ની દુકાનો મા ગેરરિતી ઝડપાઇ.

જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા પંચમહાલ ગોધરા અને તેઓ ની ટીમ દ્વારા કાલોલ તાલુકાની (૧) ભાદરોલી (2) કાનોડ (3) મોકળ (4) બોડિદ્રા (5) આથમણા (6) સણસોલી (7)સાગાનામુવાડા (8) પીગળી (9) ડેરોલ સ્ટેશન-1 (10) ડેરોલ સ્ટેશન-2 (11) રતનપુરા (12) પલાસા (13) સમા (14)જંત્રાલ (15) સાતમણા (16) બાકરોલ-1 ગામની આમ કુલ મળી જિલ્લાની 16 (સોળ) સરકાર માન્ય વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવેલ હતી તે પૈકી (1) કાનોડ ગામની સરકારની દુકાનમાં ઘઉં 516 કિલો 10 કટ્ટા ની વધ,તુવેરદાળ 225 કિલો 5 કટ્ટાની વધ,(2) અંબાલા ગામની FPS માં ઘઉં 34 kg 1કટ્ટા ધટ, ચોખા78 kg 2 કટ્ટા ઘટ,(3) પલાસા ગામની FPS માં ઘઉં 40 kg 1 કટ્ટા ઘટ, ચોખા 170 kg 4 કટ્ટા ઘટ, તથા (4) રતનપુરા ગામની FPS માં ઘઉં 216 kg 5 કટ્ટા વધ આમ કુલ મળી 15 કટ્ટાની વધ તેમજ 13 કટ્ટા ની ધટ જણાતા જેની બજાર કિંમત રૂપિયા ₹ 59878 અંકે રૂપિયા ઓગણસાઠ હજાર આઠ સો ઈઠયોતેર પુરાની થાય છે.

ઉકત ચારેય વાજબી ભાવના દુકાનદારો સામે ઘટ પડેલ જથ્થા અંતર્ગત તથા કાનોડ ગામની FPS માં ઘઉં માં 10 તથા તુવેરદાળ 5 કટ્ટાની વધ રૂ. 42666 અંકે રૂપિયા બેતાલીસ હજાર છસો છાસઠ રૂપિયાનો જથ્થો સીઝ કરી કાલોલ તાલુકાના ચારેય પરવાનેદારો સામે નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.