કાલોલ તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કાલોલ મામલતદાર ને અનામત ચાલુ રાખવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા જે પહેલાની અનામત છે એ પ્રમાણે અનામત વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ તેઓ ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો. જેમાં વણકર સમાજ વાલ્મિકી સમાજ રોહિત સમાજ અને સમગ્ર દલિતોએ આવેદનપત્ર મહા મહિમ સુધી પહોંચે તેવી વિનંતી કરવામાં આવી હતી.
અનુસૂચિત જાતિ અને જનજાતિનું પેટા વર્ગીકરણ અને ક્રિમિલેયર જે દાખલ કરવાનું ચૂકાદો આપ્યો હતો. આ બંધારણની વિરૂદ્ધ હોય સમગ્ર ભારતમાં આ વર્ગીકરણ નો વિરોધ કરવામાં આવ્યો છે જે સંદર્ભે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં દલિતોના આગેવાનો કિરણભાઈ વિજયભાઈ વણકર, સતિષભાઈ વાઘેલા અને અન્ય અગ્રણીઓએ આવેદનપત્ર ઉપર સુધી રાષ્ટ્રપતિ સુધી પહોંચે તેવી માંન કરવામાં આવી છે.