કાલોલ તાલુકાની બેઢિયા પગાર કેન્દ્ર શાળા ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો

કાલોલ તાલુકાની બેઢિયા પગાર કેન્દ્ર શાળા ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ ના તાલુકા કાર્યવાહ પ્રહલાદભાઈ કોઈરાલા તથા મુખ્ય વક્તા તરીકે વિનોદકુમાર અમીન અધ્યક્ષ કાલોલ,અતિથિ વિશેષ બેઢિયા પગારકેન્દ્ર આચાર્ય મણીલાલ વણકર,તાલુકા મહામંત્રી રમેશભાઈ,મહિલા ઉપાધ્યક્ષ હસુમતીબેન પટેલ,સી.આર.સી તજજ્ઞ મિત્ર ઓ,તાલુકાના સૌ હોદેદારશ્રીઓ તથા મુખ્ય શિક્ષક કાર્યકર્તા ભગીની બંધુઓ 50 થી વધારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા વિનોદકુમાર અમીન દ્વારા ગુરૂ નું શું મહત્વ હોય છે. સમાજમાં તેની સમજણ આપી હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પુસ્તક થી સ્વાગત હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ હતું અને છેલ્લે તાલુકા સહમંત્રી અરવિંદભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. છેલ્લે કલ્યાણમંત્ર બોલીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.