કાલોલ, કાલોલ તાલુકાના બેઢીયા ગામે રહેતા ઈસમે પોતાના ધરમાં તેમજ ધાબા ઉપર ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂ અને બીયર ટીન મળી કિંમત 29,790/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડયો.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના બેઢીયા ગામે દરજી ફળીયામાં રહેતા કિશોર શનાભાઈ ચૌહાણ પોતાના રહેણાંક મકાનમાં તેમજ ધાબા ઉપર ઈંંગ્લીશ દારૂનો જથ્થો સંંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઇડ કરી હતી. રેઈડ દરમિયાન પ્લાસ્ટીક કવાટરીયા નંંગ-240 તથા બીયર ટીન નંગ-48 મળી કુલ 29,970/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. પોલીસની રેઈડ દરમિયાન કિશોર ચૌહાણ ધરે મળી નહિ આવતા વોન્ટેડ જાહેર કરી પોલીસે પ્રોહિબીશનનો ગુન્હો નોંધ્યો.