કાલોલ નગરમાં આવેલા તળાવમાં દર વષૅની માફક ચાલુ વર્ષ પણચોમાસાના પાણી ભરાતા તળાવમાં રહેતાં લોકોએ સહાયતા માટે મામલદારને આવેદન પત્ર આપ્યું. સમસ્ત પંચમહાલ જિલ્લામાં વરસાદની રાહમાં બેઠેલાં ખેડુતોને મોડાં મોડાં વરસાદની મહેર થતાં ખેડૂતો માટે આહતનો શ્વાસ લીધો હતો.જ્યારે કાલોલ નગરમાં વરસાદના કારણે કાલોલ નગરના તળાવમાં રહેતાં લોકોએ પોતાના વિસ્તારમાં પાણી ભરાઈ જતાં સહાયતા માટે સ્થાનિક મહીલાઓએ કાલોલ મામલદાર કચેરી ખાતે દોટ મુકી મામલદારને આવેદન પત્ર આપ્યું હતું. કાલોલ તળાવનો દર ચોમાસે નગરના પાણી તળાવ તરફ વળી જતાં નગર પાલિકા દ્વારા ચોક્કસ કામગીરીનો નિકાલ ન આવતાં તળાવમાં રહેતાં લોકોના ઘરોમાં ભરાતા આ પશ્ન, સ્થાનિક તંત્ર અને જિલ્લા તંત્ર માટે બોજારૂપ સાબિત થતો હોય છે.જેથી તેમને ચોમાસા પુરતાં બીજે સ્થળાંતર કરી કાલોલ મામલદાર કચેરી દ્વારા રાશિનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે.જ્યારે આ પ્રશ્ન પાલિકા માટે પથ્થર પર પાણી રેડવા સમાન બની જતો હોય છે.જેના કારણે હાલ સહાયતા માટે મામલદાર કચેરી ખાતે મહીલાઓ એ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર : જયવીર સોલંકી