કાલોલ,કાલોલ તાલુકાના સુરેલી ગામે મુખ્ય રોડ ઉપર ટેમ્પામાં સાગી લાકડા ભરી પસાર થતાં તેમજ બાઈક ઉપર પાયલોટીંંગ કરતાં 4 ઈસમોને એલ.સી.બી.પોલીસે ઝડપી પાડી આ ઈસમોને વેજલપુર ફોરેસ્ટ ઓફિસરને સોંપવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસ કાલોલ તાલુકાના સુરેલી રોડ ઉપરથી ગેરકાયદેસર હેરાફેરી કરતાં ઈસમો ઉપર કાર્યવાહી માટે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ટાટા ટેમ્પા નં. જીજે.08.ટી.8468માં સાગી લાકડા ભરીને પસાર થતાં ટેમ્પાને રોકી ચાલક નાનજીભાઇ સબુભાઇ નાયક (સારંગપુર, તા. ગોધરા) કલીનર કનુભાઇ વગડાભાઇ નાયકને ઝડપી પાડવાામાં આવેલ તેમજ સાગી લાકડા ભરેલ ટેમ્પાનું બાઈક નં.જીજે.17.બીડી.8687 ઉપર પાયલોટીંગ કરનાર મહમદ યામીન દુર્વેશ (રહે. ગોન્દ્ર મૈત્રી સર્કલ, ગોધરા) અને રીયાઝ અમીરઈલાહી હયાત (રહે. નુરાની સોસાટી, ગોન્દ્રા, તા.ગોધરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. એલ.સી.બી.પોલીસ વાહનો સાથે મુદ્દામાલ સાથે આરોપી ઈસમોને કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપવામાં આવ્યા.