કાલોલ, કાલોલ શંકર નગર સોસાયટી માંથી પશુ તસ્કરી કરવામાં ઉપયોગમાં હોન્ડા સી.આર.વી.ગાડી સાથે આરોપીને ઝડપી પાડી એલસીબી પોલીસે ગાય ચોરીનો અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલવામાંં આવ્યો.
કાલોલ શંકર નગર સોસાયટીમાંં તા.9/1/2024ના રોજ રાત્રીના સમયે ફોર વ્હીલ ગાડી નં.એમએચ.05.એજે.1539માં આવેલ ઈસમો ગાયને જબરજસ્તી પકડીને દયનીય રીતે ગાડીમાં ભરી જતા રહેલ હતા. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગાય ચોરીમાંં ઉપયોગમાં લેવાયેલ ગાડી અંગે એલ.સી.બી.પોલીસને માહિતી મળી હતી કે હોન્ડા સી.આર.વી.ગાડી મુનાવર યુસુફ મીઠા (રહે. મુસ્લીમ સોસાયટી બી નીચલીવાડી, ગોધરા) પાસે છે અને ગાડી લઈને લીલેસરા રોડ બલ્યુ બેલ સ્કુલ પાસે ઉભેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમીવાળા સ્થળેથી મુનાવર યુસુફ મીઠાને ગાય ચોરીમાં ઉપયોગ લેવાયેલ ગાડી સાથે ઝડપી પાડવામાં પોલીસની પુછપરછ દરમિયાન અન્ય આરોપીઓો એઝાઝ ભાગલીયા(મદની મસ્જીદ પાસે રાટા પ્લોટ), રમીઝ રમજાની મીઠા (રહે. હેતલીવાડી મુસ્લીમ સોસાયટી) સામે હોવાની કબુલાત કરતાં પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.