કાલોલ,
કાલોલના શકિતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના ઘસમસતા પ્રવાહમાં યુવકો મોતની છલાંગ લગાવી રહ્યા છે. કેનાલ પુરઝડપે જતાં પ્રવાહમાં ન્હાવા પડતા યુવકો સાથે કોઈ આકસ્મિત ધટના બનશે ત્યારબાદ તંત્ર જાગશે તેમ લાગી રહ્યું છે.
કાલોલ તાલુકાના શકિતપુરા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંં હાલ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આવા ધસમસતા પાણીના પ્રવાહમાં યુવકો તેમજ યુવતિઓ મોતનો ભુસ્કો મારતા જોવા મળી રહયા છે. મુખ્ય નર્મદામાં કેનાલમાં ન્હાવા ભુસ્કા મારતા યુવકોનો વિડીયો અનેકવાર વાયરલ થવા પામ્યો છે. તેમ છતાં નર્મદા કેનાલ ઓથોરીટી વિભાગ કે સ્થાનિક પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. નર્મદા કેનાલ પ્રવાહમાં જીવને જોખમમાં મુકીને ન્હાવા પડતા યુવકો સાથે કોઈ આકસ્મિત ધટના બન્યા બાદ વહીવટી તંત્ર જાગશે તેમ લાગી રહ્યું છે.