
કાલોલ,
કાલોલ શહેરના ભાજપના મહામંત્રી તેમનાં જન્મ દિવસ નિમિત્તે એક અનોખી રીતે ઉજવણી કરવા ઉત્સુક બન્યા હતાં. પરંતુ હાલ કોવિડ-૧૯ નાં મહામારીમાં આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા તંત્ર તનતોડ મહેનત કરી કોવિડ-૧૯ નાં નિયમો પાલન કરવા અને નાથવા મહેનત કરી રહ્યા છે.
જ્યારે ભા.જ.પ ના જ કાલોલ નગરના મહામંત્રી હર્ષ કાછીયા તેમજ કાલોલ બસ સ્ટેન્ડ પાસે ફરસાણ માટેના વેપાર કરતાં વેપારી તેમના જન્મ દિવસ પર દર વર્ષની જેમ નાના ભુલકાંઓ સાથે રહી બાળકોને ભોજન તેમજ ભણતર માટે ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં ઉત્સુક છે. પરંતુ હાલ કોવિડ-૧૯ ની મહામારીમાં કાલોલ નગરનાં જરૂરીયાતમંદ વિસ્તારમાં પહોંચી ગયાં હતાં. જ્યારે તેમની જન્મ દિવસની ઉજવણીની ખુશીઓમાં હાલની કોરોના મહામારીનુ ભાન ભુલ્યા છે. પોતાની જન્મ દિવસની ખુશીઓમાં નાના ભુલકાઓને એકત્રિત કરી તેમને ભોજન કરાવવામાં બાળકોના સ્વાસ્થની ફીકર ર્ક્યા વગર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું ભાન રાખ્યા વગર જન્મ દિવસની ઉજવણી કરી. ફોટા ફેસબુક પર મુકેલ જેના કારણે સામાન્ય વ્યક્તિઓમાં ભા.જ.પના મહામંત્રી ટીકાને પાત્ર બન્યાં હતાં. શું આવા રાજ્કીય પક્ષના આગેવાનો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? જેની લોકચર્ચાઓ ઉદ્દભવી હતી.