કાલોલ શહેરની પાણી પુરવઠા યોજના અંતર્ગત 9.23 કરોડના ખર્ચે પાઇપલાઇનનું ખાત મુહુર્ત સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરાયું

કાલોલ નગરપાલિકા દ્વારા શહેરી પાણી પુરવઠા યોજના અમૃત 2.0 (સ્વેપ-2) અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કાું. ગાંઘીનગર દ્વારા અંદાજીત 9.23 કરોડના ખર્ચે પાઈપ લાઈનના કામનું ખાત મુહુર્ત સાંસદ રાજપાલસિહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. મે.પી.સી. સ્નેહલ ક્ધસ્ટ્રક્શન પ્રા. લી. અમદાવાદ દ્વારા કામ શરૂ કરવામાં આવશે અને 30 માસમાં કામગીરી પૂર્ણ થશે. આ કાર્યક્રમમાં પાલીકા ચીફ ઓફીસર મિલાપ પટેલ પાલીકા સ્ટાફ ફાયર વિભાગ સ્ટાફ સાથે કાલોલ તાલુકાના ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, જીલ્લા ઉપાધ્યક્ષ ડો. યોગેશ પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, મહીલા અગ્રણી મીનાક્ષીબેન પંડયા, શૈફાલીબેન ઉપાધ્યાય, જ્યોત્સનાબેન બેલદાર તેમજ માજી કોર્પોરેટર મહેંદ્ર બેલદાર તેમજ વિવિધ મોરચાના હોદેદારો ઈકબાલ દીવાન, મોન્ટુ ગોસાઈ, પરેશ પારેખ, ઘનશ્યામ દરજી, મમતા ભટ્ટ, હર્ષ કાછીયા, ડો પરાગ પંડયા હાજર રહ્યા હતા. આ યોજના થી કાલોલ શહેરના તમામ વિસ્તારમાં એક સરખા પ્રેશર થી પાણી મળી રહેશે તેવુ જાણવા મળેલ છે જેથી કાલોલ શહેરીજનોની પાણી સમસ્યાઓ દૂર થશે.