કાલોલ,
કાલોલ સરકારી સરકીટ હાઉસ સામે હાઈવે રોડ ઉપર પલ્સર ઉપર હાલોલ તરફ જતાં બાઈક ચાલકને આઈસર ટેમ્પોએ અડફેટમાં લેતા બન્ને એકને વધુ સારવાર અર્થે ખસેડાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ સરકારી સરકીટ હાઉસ સામે આઈવે રોડ ઉપર થી પલ્સર બાઈક નંં.જીજે.17.સીસી.3371 ઉપર નરેન્દ્રસિંહ બારીયા અને જગતસિંહ ચૌહાણ હાલોલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે આઈસર ટેમ્પો નંબર જીજે.27.વી.7709ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી બાઈકને અડફેટમાં લેતાં બાઈક સવાર બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમાં નરેન્દ્રસિંહને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું. જ્યારે જગતસિંહને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો. ટેમ્પો ચાલક સ્થળ ઉપર વાહન મૂકી ફરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ.