કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુથારિયા 10 હાજરની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા.

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સર્કલ ઓફિસર ને ફરિયાદીએ સરકારી પડતર જમીન ખેતી માટે મેળવવામાં માટે અરજી કરેલ હતી જેમાં સર્કલ ઓફિસરે સંમતિ આપવા માટે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરેલ હતી અને હપ્તેથી લાંચની રકમ આપવાનું નક્કી થયેલ હતું ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય જેથી એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી આજરોજ 10,000 ની લાજ લેતા સર્કલ ઓફિસરને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો છે.

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર સુથારીયા ને ફરિયાદી સરકારી પડતર જમીન ખેતી માટે મેળવવા અરજી કરેલ હોય એન જેમાં સર્કલ ઓફિસરની સંમતિ માટે વાત કરવામાં અરજદારે પાસેથી સર્કલ ઓફિસર રાકેશ સુથારીયા દ્વારા એક લાખ રૂપિયાની માંગણી કરી હતી ફરિયાદી લાંચ ની રકમ એક સાથે નહીં હપ્તેથી આપવા સંમતિ જણાવેલ હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી પંચમહાલ ગોધરા એસીબીના સંપર્ક કરી ફરિયાદ આપી હતી એસીબીએ સાથે મળીને છટકો ગોઠવવામાં આવ્યું હતું અને આજરોજ કાલોલ મામલતદાર કચેરી સર્કલ ઓફિસરના ચેમ્બરમાં 10,000 ની લાંચ લેતા સર્કલ ઓફિસર રાકેશકુમાર સુથારીયા ને રંગે હાથે એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો કાલોલમાં સર્કલ ઓફિસર લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા બાદ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવાબ આપ્યો છે