કાલોલ રામનાથ ગોમા નદીમાં ખાનખનિજ વિભાગે દરોડો પાડી રેતી ભરેલું ટ્રેકટર ઝડપી પાડ્યું

કાલોલ,
કાલોલ તાલુકા માંથી પસાર થતી ગોમાનદીમાં ખનિજ માફીયાઓ દ્વારા બેફામ રીતે રેતી ઉલેચવા માં આવી રહી છે. જ્યારે આવાં ખનિજ માફીયાઓ સામે જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા લાલ આંખ કરી કાલોલના રામનાથ ગોમા નદીમાં મંગળવારે દરોડો પાડી અંદાજીત ચાર મેટરીકટન સાદી રેતી ભરેલ પાસ પરમીટ વગરનું ટ્રેક્ટર ખાનખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાણખનિજ વિભાગ ના અધિકારીઓ દ્વારા ઝડપી પાડેલ રેતી ભરેલ ટ્રેક્ટર સહિત કુલ પાંચ લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે સિઝ કરવામાં આવ્યો હતો.જિલ્લા ખાણખનિજ વિભાગ દ્વારા ટ્રેક્ટર માલિક ની તપાસ હાથ ધરવામાં આવતાં ગેરકાયદેસર રેતી ખનન કરતાં ટ્રેક્ટર ના માલિક નું નામ પરવતસિંહ રાઠોડ નું હોવાનુ બહાર આવ્યુ હતું.જોકે ખાનખનિજ દ્વારા ઝડપી પાડેલ ટ્રેક્ટર નાં માલિક ને ગેરકાયદેસર રેતી ખનન કરવા સામે અંદાજીત રૂ.૪૫,૦૦૦/- ઉપરાંત નો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા ખાન ખનિજ વિભાગ દ્વારા કાલોલ શિશું મંદિર પાછળ પણ દરોડો પાડવામાં આવ્યો હતો.પરંતુ ખનિજ માફીયાઓને અગમચેતના મળી જતાં ભુમાફીયાઓમાં હડકંપ મચી ગઇ હતી. ખાણખનિજ વિભાગ પહોંચે તે પહેલાં ભુંમાફીયાઓ છુમંતર થઈ જતાં હોય છે.

જોકે કાલોલ ગોમા નદીમાં શિશુ મંદિર પાછળના ભાગમાં આવેલા અંતરીયાળ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવે તો રેતીનો મોટો પાયા પર એકત્રિત કરવા આવેલ પુરવઠો મળી આવે તેમ છે. જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉપસ્થિત થઈ છે.