સ્થાનિક અગ્રણીઓએ કાલોલ રેફરલ હોસ્પિટલને કરી તાળા બંધી.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તાળા બાંધી કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તાળા બાંધી કરવામાં આવી છે.કાલોલ રેફરલ હોસ્પિટલમાં કાયમી ડોક્ટર ન હોવાથી અને સ્ટાફ ની દાદાગીરી વાળા વર્તનથી દર્દીઓ ને વધુ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.યોગ્ય અને નિયમિત સારવાર ન મળતી હોવાથી અને જરૂરિયાત મુજબના ડોક્ટરન હોવા થી રોષે ભરાયેલા સ્થાનિકો એ હોસ્પિટલ ને તાળાબંધી કરી છે.ત્યારે છેલ્લા ઘણા સમય થી આયુષ ડોક્ટરો ના ભરોસે ચાલે છે તાલુકા ની સરકારી હોસ્પિટલ ત્યારે આયુષ ડોક્ટર પણ અમુકવાર હાજર ન હોવાથી લોકો ને પડી રહીછે અગવડતા. કાલોલ રેફરલ હોસ્પિટલ આવતા દર્દીઓને અહીંયા સારવાર કરવાને બદલે સીધાજ અન્ય હોસ્પિટલોમાં રીફર કરવામાં આવે છે.વધુ માં અહીંના સ્ટફ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની પણ સલાહો આપવામાં આવતા હોય તેવું પણ સ્થાનિક અગ્રણીયો જાવવી રહ્યાછે.