કાલોલ,કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસના બોટલ બ્લાસ્ટ થવાની ધટનામાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તે પૈકી 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં બે વ્યકિતના મોત નિપજાવા પામ્યા હતા. ત્યારે ગેસ બોટલ બ્લાસ્ટમાં વડોદરા સારવાર લઈ રહેલા 60 વર્ષીય વ્યકિતનું મોત થતાં ગેસ બોટલ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 3 થવા પામ્યો છે.
કાલોલ તાલુકાના રામનાથા ગામે રાવળ ફળીયામાં ગેસ બોટલ બ્લાસ્ટ થવાની ગોઝારી ધટનામાં 22 લોકો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તે પૈકી 8 ગંભીર રીતે દાઝેલ વ્યકિતઓને વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાંં આવ્યા હતા. વડોદરા સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી લાલાભાઇ દામજીભાઇ પરમાર ઉ.વ.45, વિષ્ણુભાઇ અરવિંદભાઈ ઓડ ઉ.વ.22નું મોત નિપજાવા પામ્યા હતા. ત્યારે વડોદરા સારવાર હેઠળના દર્દીઓમાં જયંતિભાઇ પૂજાભાઇ રાવળ ઉ.વ.60નું પણ સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.
રામનાથ ગામે ગેસ બોટલ બ્લાસ્ટમાં દાઝેલ અને ગોધરા સિવિલમાંં સારવાર માટે દાખલ કરેલ 14 ઈજાગ્રસ્તો પૈકી 12 ઇજાગ્રસ્તોની હાલત સુધારતા રજા આપવામાં આવી છે.