કાલોલ પંપ હોટલ પાસે ભૈરવનાથ કરીયાણાની દુકાનમાં ગેરકાયદેસર ગેસના બોટલ રાખીને ગેસ રીફલીંગ કરતાં હોય તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 6600/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.,
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ પંપ હોટલ પાસે ભૈરવનાથ કરીયાણાની દુકાનમાંં ગેરકાયદેસર ગેસના ખાલી તથા ભરેલા બોટલો રાખી રીફલીંગ કરે છે. તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન કરીયાણાની દુકાન માંથી નાના-મોટા ગેસના બોટલ નંગ-3, વજન કાંટો અને ગેસ રીફીલીંગ કરવાની નોઝલ મળી કુલ 6600/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. આરોપી જોધસિંહ દિલીપસિંહ રાજપુત દુકાન ઉ5ર મળી નહિ આવતા આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.