- બનાવટી બીનેખેતીના હુકમ બનાવવાના કેસમાં અટકાયત કરાઈ હતી.
કાલોલ, કાલોલના નવાપુરા અને વલ્લભદ્વાર વચ્ચે મોકાની જગ્યાએ આવેલ જમીન જેના જુના સર્વે નં 36 પૈકી 2 નવા સર્વે નં 54 ની જમીનના માલીક રૂપચંદ ઓડરમલ સેવકાણીએ ખોટી રીતે બીનખેતી નો હુકમ ગત તા. 14/12/2022 નો બનાવી સીટી સર્વે કચેરી ગોધરા ખાતે રજુ કરાવી તા. 12/04/2023 ના રોજ નોધ નં 2477 ની નોધ પડાવી નોધ મંજુર કરાવી હોવાની રજુઆત કરી બીનખેતી ની પરવાનગી મેળવવા રજુ કરી રૂપચંદ સેવકાની દ્વારા તા. 14/12/2022 ખોટો હુકમ બનાવી ચીટનીશ ટુ કલેક્ટરની ખોટી સહી અંગ્રેજીમાં કરી સાચા તરીકે ગોધરાની સીટી સર્વે કચેરીમાં રજૂ કરી જેના આધારે ગોધરાની સીટી સર્વે કચેરીએ નોંધ પાડી હતી. ગોધરા સીટી સર્વે કચેરી દ્વારા સાધનિક કાગળો જિલ્લા કલેકટર કચેરીને મોકલી આપતા બિન ખેતીનો હુકમ મોકલી આપેલ હતો. જે હુકમ સરકારના IORA પોર્ટલ ઉપર ચેક કરતા આવી કોઈ બીન ખેતીની જમીન માટેની ઓનલાઇન અરજી મળેલ નથી. તેમજ આવા કોઈ નંબરનો આવી તારીખમાં બિનખેતીનો હુકમ થયો નથી, તેવું પુરવાર થતાં રૂપચંદ ઓડરમલ સેવકાણી (રે.સીંધી સોસાયટી, શહેરા) સામે ફરિયાદ નોંધાવવા માટે કલેકટર કચેરી દ્વારા ચીટનીશને હુકમ કરતા ચીટનીશ એમ.બી.પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવટી બીનખેતીનો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સિનિયર પોલીસ સબ ઇન્સ્પેકટર જે.ડી.તરાલે શરૂ કરી હતી. જે તપાસ દરમ્યાન પીએસઆઈ જે.ડી. તરાલે આરોપી રૂપચંદને શહેરા થી શનિવારે પકડી પાડયો હતો અને રવિવારે કાલોલ કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરી રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હોવાની વિગતો જાણવા મળી છે.