કાલોલ પોલીસના પશુ તસ્કરી અને ડીસા પોલીસ મથકના ધરફોડ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપીને એલ.સી.બી.એ ઝડપ્યો

કાલોલ, કાલોલ પોલીસ મથકના પશુ તસ્કરી ગુનામાં તેમજ ડીસા પોલીસ મથકના ધરફોડ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી જાફર બીલાલ ડમરી પોતાના ધરે હાજર છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરીને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ પોલીસ મથક પશુ તસ્કરીના ગુનામાં તેમજ બનાસકાંઠા ડીસા પોલીસ મથકના ધરફોડ ચોરીના ગુનામાં આરોપી જાફર બીલાલ ડમરી (રહે. ગોન્દ્રા સર્કલ બર્ગરખાન હોટલ પાસે) નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આ આરોપી અંગે એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, જાફર બીલાલ ડમરી તેના ધરે હાજર છે. તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે રેઈડ કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને કાલોલ પોલીસને સોંંપવામાં આવ્યો.