કાલોલ પોલીસ મથકના પશુ તસ્કરીમાં વોન્ટેડ આરોપીને કોઠી ત્રણ રસ્તા ખાતેથી ઝડપ્યો

કાલોલ, કાલોલ પોલીસ મથકના પશુ તસ્કરીના ગુનાનો આરોપી રમીઝ રમજાની મીઠા નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય તેના અંગે એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા દારૂસલામ મસ્જીદ એકલીવાડી શેખ મજાવર રોડ ખાતે રહેતા આરોપી રમીઝ રમજાની મીઠા વિરૂદ્ધ કાલોલ પોલીસ મથકે પશુ તસ્કરીના ગુનામાં ફરિયાદ નોંધાયેલ હોય અને નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આ આરોપી અંગે એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, હાલમાં કોઠી સ્ટીલમાંં ત્રણ રસ્તા પાસે ઉભેલ છે. તેવી બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડી કાલોલ પોલીસને સોંપવામાં આવ્યો.