કાલોલ,
કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ બળાત્કારના ગુન્હાના 17 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલોલ પોલીસ મથકના અપહરણ બળાત્કારના ગુન્હાનો આરોપી રણજીતસિંહ પ્રભાતસિંહ સોલંકી (સણસોલી, કાલોલ) જે છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે સુરત પાંડેસર વિસ્તાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપીને કાલોલ પોલીસને સોંપવામાં આવ્યો.