કાલોલ પોલીસ મથકના બે વ્યકિતના અપહરણના ગુન્હામાં પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ વ્યકિતને શોધી કાઢવામાં આવ્યા

  • પોલીસે છ અપહરણકર્તાઓને ઝડપી પાડી અન્ય સહઆરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી.

કાલોલ,કાલોલ પોલીસ મથકે બે વ્યકિતના અપહરણના ગુન્હામાં આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ ટીમ કામે લાગી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલ વ્યકિતઓને 6 અપહરણકર્તાઓના ચુંગાલ માંથી શોધી કાઢવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ પોલીસ મથકમાં લીલાબેન કોહયાભાઈ રાવળ તથા સુભંગસિંહ સંગ્રામસિંહ ઠાકોરના અપહરણની ફરિયાદ નોંધાવા પામી હતી. અપહરણના ગુન્હાના આરોપીઓને ઝડપી પાડી અપહરણ થયેલ વ્યકિતઓને છોડાવવા માટે પોલીસ કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં લીલાબેન રાવળ અને સુભંગસિંહ ઠાકોરને અપહરણકર્તાના ચુંગાલ માંથી છોડાવી લેવામાં આવ્યા હતા અને અપહરણકર્તા આરોપી સુમિત્રાબેન રાજેન્દ્રભાઈ કાનજીભાઈ રાઠવા (મુળ રહે. પાવાગઢ, કોટ વિસ્તાર, હાલ શ્રેયા સોસાયટી હાલોલ), વિનાબેન મહેશભાઈ ભલાભાઈ રાઠવા (રહે. પાવાગઢ ડુંગર, છાસીયા તળાવ, હાલ-શ્રેયા પાર્ક, હાલોલ), જયોત્સાનાબે નરેશભાઈ કાનજીભાઈ રાઠવા(રહે. પાવાગઢ કોટ વિસ્તાર), લક્ષ્મીબેન વિજયભાઈ પર્વતભાઈ રાઠવા (રહે. શ્રેયા પાર્ક, હાલોલ), સુરેખાબેન રમેશભાઈ તેરસિંગભાઈ રાઠવા (રહે. નાથકુવા, શુકલ ફળીયા, હાલોલ), અજયભાઈ અશોકભાઈ તડવી (પાવાગઢ માંચી ફળીયા)ને ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે અન્ય સહઆરોપીઓને પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.