
કાલોલ પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન પાસેના રોડ નજીક દબાણો દૂર કરવા પાંચ દિવસ પહેલા કાલોલ મામલતદાર દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ આજરોજ પંદરથી વીસ જેટલા કેબીનો અને કેબીન ઉપરના છાપરા તથા લારીઓને હટાવી દબાણકર્તા ઓએ કરેલા દબાણો જાતે દુર કરતાં વહિવટી તંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા ઉપરોકત વિગત અનુસાર કાલોલ તાલુકા મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાથે વાતચીત કરતા તેવો એ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન રોડ પાસેના દબાણો લઇ થતી ટ્રાફીક ની સમસ્યા અને જાહેર જનતાને મુશ્કેલી પડતી હોવાથી આ સમસ્યા દૂર કરવા દબાણકર્તાઓને દબાણ દુર કવા અંગેની સૂચનાઓ પાંચ દિવસ પહેલા આપવામાં આવી હતી.
જેને પગલે લોકોએ ગેરકાયદેસર ગાડીઓના પાર્કિંગ તેમજ ત્યાં રાખવામાં આવેલ કેબીનો અને કેબીન ઉપરના છાપરા તથા લારીઓને સ્વૈચ્છાએ હટાવી લેવાની મામલતદારની સુચના ધ્યાને લઇ વીસ જેટલા દબાણકર્તાઓએ કરેલા દબાણો પોતપોતાના કેબીનો અને લારીઓ જાહેર રસ્તાની બાજુ પર કરવામાં આવેલ દબાણ જાતે હઠાવી લેવામાં આવ્યા હતા. આમ, બિનઅધિકૃત દબાણો દબાણકર્તાઓએ સ્વૈચ્છાએ દુર કરવામાં આવતા વહિવટી તંત્ર માટે રાહતનાં સમાચાર સામે આવ્યા અને ત્યાં થતી ટ્રાફીકની સમસ્યા મોટાભાગની હલ જોવા મળી હતી.