કાલોલ પાલિકા વોર્ડ નં.4 બે સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાનું નિવારણની માંગ

કાલોલ,કાલોલ નગર પાલિકાના વોર્ડ નંબર-4માં આવેલી ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી. સોસાયટીમાં છેલ્લા દસ દિવસ ઉપરાંતથી પીવાની સમસ્યા સર્જાઈ હતી અને પરિણામે સોસાયટીના રહીશોને 10 દિવસ ઉપરાંતથી પાણી વગર વલખાં મારવાં પડે છે. જેને લઇ ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીની સ્થાનિક મહિલાઓ દ્વારા નગરપાલિકા ખાતે પાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલને આજરોજ રજૂઆત કરવામાં આવી છે. જ્યારે પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી માત્ર આશ્ર્વાસન આપવામાં આવે છે, પરંતુ પીવાના પાણીની સમસ્યાઓ દૂર થતી નથી. જેથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ તાકીદે દૂર થાય તેવી આ વિસ્તારની મહિલાઓની માગણી કરી છે.