કાલોલ પાલિકાના વોર્ડ નં.7 આવેલ ગોળીબાર ગામમાં સ્મશાન અભાવે ચોમાસામાં પરેશાની ભોગવતા ગ્રામજનો

કાલોલ,કાલોલ નગરપાલીકાના વોર્ડ નંબર-7 માં આવેલ ગોળીબાર ગામમા સ્મશાનના અભાવે નાગરીકોને ફરજિયાતપણે જૂની વ્હિટકો કંપની પાસે ગોમા નદીના કિનારે ખુલ્લી જગ્યામાં મૃત્યુ પામેલ પોતાના સ્વજનોને અંતીમ ક્રિયા કરવા માટે જવુ પડે છે અને ચોમાસા દરમિયાન વરસાદી માહોલમાં અંતીમ ક્રિયા કરવાનું ભારે મૂશ્કેલ બની જાય છે. કાલોલ નગર પાલિકા મા સમાવેલ આ વિસ્તાર હોવા છતાં પણ કોઈ વિકાસના કામો થયેલ નથી. આજ રોજ ગામના પર્વતભાઇ ઝાલાભાઈ નાયક નામના 65 વર્ષીય વૃદ્ધનું મરણ થતા તેમના સ્વજનો અને ગ્રામજનો અંતિમક્રિયા ખુલ્લી જગ્યામાં કરવા મજબૂર બન્યા છે. ત્યારે આ ગામના લોકોને પ્રાથમિક સુવિધાઓ અને સ્મશાન ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તંત્રે કમર કસવી રહી ચોકાવનારી વિગતો એવી છે કે આ જ ગામના કુદરતી રીતે કે બીજા કોઈ કારણે મરણ પામેલ નાના બાળકોને પણ અહીંયા દફનાવવામાં આવે છે.