કાલોલનો યુવક વોટ્સએપ મેસેજ કર્યા બાદ નર્મદા કેનાલ પર એક્ટિવા છોડી ગુમ થયો

કાલોલ,કાલોલનો યુવક નર્મદા મુખ્ય કેનાલ પર એક્ટિવા છોડી ગુમ થતાં વિધવા માતા લાપતા બનેલા પુત્ર અંગે શંકાથી નિ:સહાય થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વિધવા માતાએ દાખલ કરેલી ફરિયાદ મુજબ તેમનો 22 વર્ષિય દિકરો અભિષેક નિલેશભાઈ મહેતાએ એક્ટિવા લઈને આવુ છે તેમ કહીને ધરેથી નીકળી ગયો હતો. પરંતુ તેની મમ્મીએ તેના ઉપર ફોન કરતા એકેય ફોન ઉપાડયો ન હતો. તદ્ઉપરાંત અભિષેકના વોટ્સએપ પર પણ મેસેજ કર્યો હતો. પરંતુ તેનો પણ કોઈ જવાબ આવ્યો ન હતો. જે પછી અભિષેકે છેક સાંજે વોટ્સએપ પર મેસેજથી જણાવેલ કે, એક્ટિવા બોરૂ કેનાલ પર છે. મારી રાહ ના જોતી હું ધરે નહિ આવુ, બોરૂ કેનાલ પરથી એક્ટિવા લઈ જજે ચાવી એક્ટિવા આગળ જ મુકીને જાઉ છુ. બાય મમ્મી તેવા મમ્મીના મોબાઈલ ઉપર મેસેજ કરી જણાવતા દિકરાની ચિંતા થતાં ફળિયાના જગદીશ પરમારની મોટરસાયકલ ઉપર બેસીને બોરૂ કેનાલ પર ગયા હતા. જયાં એક્ટિવા પડેલુ મળી આવ્યુ હતુ. જેથી અભિષેકની તપાસ કરેલ પણ આવ્યો ન હતો. જે સમગ્ર ધટના અંગે માતાએ કાલોલ પોલીસ સ્ટેશનમાં કરેલી જાહેરાત મુજબ અભિષેકે ગુલાબી ટી-શર્ટ તથા જીન્સનો ભુરા કલરનો પેન્ટ પહેરેલ છે. અને જે શરીરે ધઉં વણો અને પાતળા બાંધાનો હોય ગળામાં તથા જમણા હાથ કાંડા ઉપર ટેટુ કોતરાવેલ હોવાની વિગતો અનુસાર મારો છોકરો ધરેથી કોઈપણ કારણોસર કંઈ પણ કહ્યા વગર બોરૂ કેનાલ ઉપરથી ગુમ થયો છે. એવી જાણવા જોગ ફરિયાદને આધારે પોલીસે લાપતા અભિષેકની શોધખોળ આદરી હતી.