- કાલોલ ની સમા કેનાલમાં આંગમ્ય કારણોસર કેનાલ માં ઝપલાવેલ
ડેસર તાલુકાના મોટી વરણોલી ગામ નો રહીશ જીગ્નેશ કુમાર પસાભાઈ રોહિત નામનો નવ યુવાન ગત 30 એપ્રિલના રોજ 4:30 વાગે કોઈને પણ કહયા વગર ચાલતા ચાલતા પાંડુ થી કાલોલ તરફ નીકળ્યો હતો અને રાતના પોણા આઠ વાગ્યાના સુમારે તેના બનેવી નો ફોન આવેલ કે જીગ્નેશ કાલોલના બોરુ ટર્નિંગ નજીક નર્મદા કેનાલના પુલ ઉપર મારી સાથે ઉભો છે તમે અહીં આવો ત્યારબાદ સવા આઠ વાગે નર્મદા કેનાલના પાણીમાં જીગ્નેશ કોઈ અગમ્ય કારણોસર કૂદી જતા મળી આવેલ નહીં જેથી સગા સંબંધીઓ દ્વારા તપાસ કરતા મળી આવેલ નહીં જેથી હાલોલ નગરપાલિકાના ફાઈડ ફાઈટરને જાણ કરવામાં આવી હતી હાલોલ નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા તપાસ કરતા ગુરૂૂવાર ના રોજ બપોરના એક કલાકે કાલોલ ના સમા પાસે ની કેનાલ માં જીગ્નેશ ની લાશ જોવા મળતા લાશને ફાયર ફાઇટર ની ટીમ દ્વારા બહાર કાઢીને કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેથી કાલોલ પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે