કાલોલના ડેરોલ ગામે દિપડાએ પશુનુ મારણ કરતા લોકોમાં ગભરાટ

કાલોલ,

કાલોલ તાલુકાના ડેરોલ ગામની સીમમાં ધુસી આવેલા દિપડાએ પશુપાલકના વાછરડાનુ મારણપ કરતા સીમમાં દિપડા અંગેનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ડેરોલ ગામ પાસેની નર્મદા કેનાલ પાસેની સીમમાં વસવાટ કરતા જશવંતભાઈ પરમારના છાપરામાં વાછરડાને બહાર બાંધેલુ હતુ. અને તેઓ પરિવાર સાથે સુઈ ગયા હતા. ત્યારે સવારે વાછરડું શોધતા જોવા નહિ મળતા આજુબાજુ તપાસ કરતા મકાઈના ખેતરમાં મૃત હાલતમાં જોવા મળ્યુ હતુ. જે વાછરડાના મારણના બનાવ અંગે ખેડુત પરિવારે સરપંચને જાણ કરતા વનવિભાગની કચેરીને જાણ કરતા કર્મચારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. જેમને શિકાર કરનાર પ્રાણીના પગલાની છાપને પ્રાથમિક તારણ મુજબ કોઈ દિપડા દ્વારા મારણ કરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ હતુ.ધટના સ્થળે પહોંચી ગયેલા વનવિભાગના કર્મચારીઓ દ્વારા દિપડાના પગલાને આધારે ઉપરી કચેરીને ધટના અંગે જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.