કાલોલના બાકરોલ ગામે જાહેરમાં જુગાર રમતા 7 જુગારીયાને પોલીસે ઝડપ્યા

કાલોલ તાલુકાના બાકરોલ ગામે કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઇડ દરીમયાન 7 જુગારીયાને 12,340/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાંં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના બાકરોલ ગામે સીમમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પિન્ટુ નાથાભાઇ ભોઈ, શૈલેષ કિરીટસિંહ ગોહિલ, કિરણસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ ઉર્ફે રોકી ગોહિલ, અનિલકુમાર ઉર્ફે અન્યો ગોહિલ, જયદીપસિંહ ગોહિલ, શૈલેષસિંહ દિપસિંહ ગોહિલને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉ5ર મુકેલ રોકડા 12,340/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. આ બાબતે કાલોલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.