કાલોલ,
કાલોલમાં સિવિલ જયુડિશીયલ કોર્ટના નવી બની રહેલી બિલ્ડિંગની કામગીરી અંતિમ તબકકામાં છે પરંતુ કામગીરી છેલ્લા છ-સાત મહિનાથી ઠપ્પ જોવા મળે છે. જેથી આ કામગીરી વહેલીતકે પુર્ણ કરવા વકીલ એસોસિએશનની માંગ ઉઠવા પામી છે.
નવીન જયુડિશીયલ કોર્ટ માટે વર્ષ-2019માં મંજુરી આવી હતી. તમામ સુવિધા સાથે અંદાજિત સાડા આઠ કરોડના ખર્ચે હાલ કોર્ટ બિલ્ડિંગ બની રહેલ છે પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી ફર્નીચર સહિતની અંતિમ તબકકાની કામગીરી ઠપ્પ થયેલી જોવા મળે છે. કોર્ટ કચેરી અંગેની વેૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે હાલમાં કોર્ટની પાછળના રહેણાંક વિસ્તારના જજીસ બંગલમાં ટેમ્પરરી કાર્યરત છે. જેના કારણે કોર્ટના જજીસ અન્યત્ર ભાડાના મકાનમાં રહે છે. રહેણાંક વિસ્તારના મકાનમાં ટેમ્પરરી કોર્ટ ચાલતી હોવાને કારણે કોર્ટના જજીસ સહિતના કોર્ટ સ્ટાફ-વકીલો અને અસીલોને ધણી તકલીફ વેઠવી પડી રહી છે. જેથી અંતિમ તબકકાની કામગીરી વહેલી તકે પુરી કરવા લોકમાંગ ઉઠવા પામી છે.