કાલોલ નગરપાલિકા ની પીમોન્સૂન કામગીરી કાગળો ઉપર કામ ઘોડા દોડાવ્યા હોય જેથી અનેક લોકોને મુશ્કેલીઓ

કાલોલ નગરમાં પ્રથમ વરસાદે જ કાલોલ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની લઇ પ્રથમ વરસાદે નગરપાલિકાની પોલખુલ્લી કરી દીધી હતી. ગાત રાત્રે પડેલા વરસાદને કારણે કાલોલ નગરમાં પાયાની સુવિધાઓ ન હોવાથી ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વરસાદી પાણીનો કોઈ ચોક્કસ નિકાલ ન હોવાના કારણે રસ્તાઓ અને સોસાયટીઓ અને ફળિયાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ અને નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલા સમયથી નગરપાલિકાની પ્રી-મોનસુન કામગીરી કાગળ ઉપર કરી હોય તેવું લાગી રહયું છે. દર વર્ષે કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ ખર્ચ ક્યાં થાય છે, શું કરે છે એ નગર પાલિકા કાલોલ વિભાગ જ જાણતું હશે. દર વર્ષે નગરપાલિકાઓમાં પણ પાણી ફરી વળે છે, જેના કારણે નગર પાલિકાની માલમિલકત અને દસ્તાવેજા નું નુકસાન થાય છે. આમ, દર વર્ષે વરસાદી પાણી ભરાય છે છતાં પણ કોઈ નિકાલ ચોક્કસ રીતે કરવામાં આવતો નથી. કાલોલની સોસાયટીઓમાં અને તળાવ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જેથી નાગરિકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળતો હતો. કાલોલ નગરપાલિકા દ્વારા ચોક્કસ વરસાદી પાણી નિકાલની કાર્યવાહી કરવામાં આવે તેવી કાલોલના નાગરિકોની માંગ ઉઠી છે અને ઉગ્ર આક્રોશ પણ છે. ઠેર ઠેર જાહેર રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાવવાના કારણે નાના ગલ્લાવાળા, લારીવાળાઓ અને દુકાનદારોને પણ પોતાનું ધંધો વ્યવસાય રોજ શરૂ કરી શક્યા ન હતા. જેથી કાલોલ નગરપાલિકા દ્વારા વહેલી તકે વરસાદી પાણીનો નિકાલ કરી આપવાની માંગ ઉઠી છે.