કાલોલ નગર પાલિકા વિસ્તારમાં પેવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કાલોલ પાલિકા વિસ્તારમાં રૂપિયા 3.90 કરોડ ના પેવર બ્લોક ની કામગીરી ચાલી રહી છે.
  • ખુદ પાલિકા ના પૂર્વ પ્રમુખ અને હાલ ના સભ્ય એ લગાવ્યા ગંભીર આક્ષેપ.
  • ટેન્ડર પ્રક્રિયા મુજબ નથી થઈ રહી કામગીરી.
  • કાલોલ નગર માં નાખતા પેવર બ્લોક ની કામગીરી માં ભ્રષ્ટાચાર ના આક્ષેપ.
  • હલકી ગુણવત્તા ના પેવરબ્લોક નાખી કટકી મારી હોવાના લાગ્યા આરોપ.
  • કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા નું મટિરિટીલ વાપરી મોટી ખાયકી ના આક્ષેપ.

કાલોલ,
પંચમહાલના કાલોલ નગર પાલિકા વિસ્તારમાં કરોડોની પેવર બ્લોક કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નિતી નિયમો નેવે મૂકી કામગિરી થતી હોવાની રજુઆત પાલિકાના જ પૂર્વ પ્રમુખે કરતા કાલોલ નગરમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

કાલોલ નગર પાલિકા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં હાલ અંદાજીત 3.90 કરોડ રૂપિયાના પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિ આચરાતી હોવાની લેખિત રજુઆત અને આક્ષેપો ખૂબ પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના વોર્ડ નંબર-1 ના સભ્ય કિરીટ પટેલે કર્યા છે. કિરીટભાઈના આક્ષેપો મુજબ હાલ પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. તેમા ટેન્ડરની શરતોનો છડેચોક ભંગ થતો હોવાનો તેમજ ગુણવત્તા યુક્ત મટિરિટીલ નહિ વાપરતા હોવાના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, હાલ જે પણ બ્લોક આવે છે. તે હાલના પ્રમુખના પતિની ફેકટરી માંથી જ આવે છે. જે ખૂબ જ હલકી ગુણવત્તા ના હોય છે. પોતાની ફર્મને ફાયદો કરાવવા માટે હાલના પ્રમુખ પતિએ પેવર બ્લોક કાંડમાં હાથ કાળા કર્યા હોવાના આક્ષેપો લગાવ્યા છે. જો કે રજુઆત બાદ પણ પાલિકા બાંધકામ શાખાના અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચાર યુક્ત કામગીરીનું ચેકીંગ કરીને બંધ કરાવવા માટે કોઇ કાર્યવાહી ન કરી હોવાના પણ આક્ષેપો છે. ત્યારે આટલી મોટી માત્રામાં ખરીદાયેલ પેવર બ્લોકની ગેરી જેવી સંસ્થા માંથી ગુણવત્તા સર્ટિફિકેટ મેળવ્યા વગર જ કાલોલ નગરમાં પેવર બ્લોક નાખવાની કામગીરી આરંભી દેવામાં આવતા પૂર્વ પાલિકા પ્રમુખ સહિતના લોકોમાં ભારે રોષ જોવા મળી આવ્યો હતો.

જો કે, આ સમગ્ર પેવર બ્લોક કૌભાંડ મામલે કાલોલ પાલિકાના બાંધકામ શાખાના અધિકારી તો કંઈક અલગ જ રાગ આલાપી રહ્યા છે. તેમના મતે કામગીરીમાં કોઈ જ ગેરરીતિ થઈ નથી અને સબ સલામત હોવાની વાત કરી રહ્યા છે. ત્યારે સ્થળ પર જોવા મળેલ કામગીરી અનેક સવાલો ઉભા કરી રહી છે !
કાલોલ નગરમાં નાંખતા બ્લોક તેને પ્રથમ નજરે જોતા હલકી ગુણવત્તાના લાગે છે. ત્યારે સરેરાશ કરતા ઉંચાઈ પરથી નીચે નાખતા તૂટી જાય છે. જો આ બ્લોકની ગુણવવતા અને કામગીરી ચકાસણી કરવામાં આવે તો ભ્રષ્ટાચાર નીકળી શકે છે. જેમ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ થાય તે જરૂર છે. સરકારના પૈસાનો દૂર ઉપયોગ થતો અટકવો જોઈએ.