
કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ઠ વોર્ડ નંબર પાંચમાં આવેલી આશીયાના સોસાયટીને અડીને આવેલ ભડીયાદરા પીરની દરગાહ પાસે નગરપાલિકાની પાણીની ટાંકી આવેલ છે. જ્યાં આ ટાંકી નજીક સંપ બનાવી નજીકમાં પાણીની લાઇનોનો વાલ્વ છે. જ્યાં શબનમ સોસાયટી સાથે આશીયાના સોસાયટી અને કાશીમાબાદ સોસાયટી તરફનો પાણીનો વાલ્વ ખોલતા જ સતત ત્રણ દિવસથી વાલ કોઈ કારણસર લીક થઈ પાણી વાલ્વના ચેમ્બર માંથી ઉભરાતાં હજારો લીટર પાણી સરેઆમ રોડ અને શબનમ સોસાયટી તરફ અને કાશીબાદ સોસાયટી તરફ જવાની નાળમાં વહી ગયું છે. એક તરફ પાણી બચાવવા માટે અભીયાન ચાલી રહયું છે. એમ કહેવાય છે કે, આગામી વિશ્વ યુદ્ધ પાણી માટે થશે.
ત્યારે કાલોલ નગર પાલિકા સત્તાધીશો પાણીનું મહત્વ સમજે તો જ પ્રજાને કહી શકાય પરંતુ પાલિકા જ સરેઆમ પાણીનો વેડફાઈ કરશે તો નાગરિકોને કોણ રોકે? સતત ત્રણ દિવસ થવા છતાં પાલિકાના જવાબદાર અધિકારી કે કર્મચારી આ સ્થળે ફરકયા નથી અને કુદરતે આપેલા અમૂલ્ય પાણીનો બચાવ કરવા કોઇ આગળ આવેલ નથી અને વાલ્વ ખોલવાનો ઓપન ચેમ્બરની આજુબાજુ એટલી ગંદકી છે કે જેવું વાલ્વ પ્લમ્બર બંધ કરે છે. ત્યારે ચેમ્બરમાં રહેલ ટોટલ પાણી વાલ્વમાં પાછું ખેંચાતાં જે પાણી જન્ય રોગો ફેલાવાની શક્યતા સ્થાનિક લોકો સેવી રહ્યા છે. જેને લઇ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે નિકળતું પાણી બંધ કરી વાલ્વની આજુબાજુ ગંદકી દૂર કરી અને પાણીના વાલ્વ ઉપરના ખુલ્લા ચેમ્બર ઉપર ઢાંકણું બેસાડવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે.