કાલોલ નગરમાં સોમવારના રોજ બપોર બાદ વરસાદના ઝાપટામાં રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા

કાલોલમાંં સોમવારનાં રોજ બપોરે અચાનક વાતાવરણમાંં પલટો આવતા વાદળો કાળાભમ થઈ થોડીજ ક્ષણોમાં વરસાદના પગલે કાલોલ નગરપાલીકાની પોલ ખોલી નાખી છે. કાલોલ નગરપાલીકાની બેદરકારી કારણે નગરપાલિકાના દ્વાર સામે જ પાણીનો અડીંગો જામી જતા રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા છે. કાલોલ નગરપાલીકા સામે થી પસાર થતી ગટર વ્યવસ્થામાં પુષ્કળ પ્રમાણમાં ક્ચરો ફસાતા પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ગટરોમા પાણીનો અડીંગો થતા પાણીનો નિકાલ અટવાતા ગટર મારફતે જતું વરસાદી પાણી રોડ પર ફરી વળતા નગરપાલીકા સામે થી પસાર થતા માર્ગો પર પાણી પાણી થઈ જતા પાણીમાં વાહનો અટવાયા હતા. કાલોલ નગરપાલીકા સામેથી પસાર થતી ગટર લાઇનનુ ઢાંકણું તુટી ગયેલ હાલતમાં હોવાનાં કારણે પાણીમાં ખુલ્લુ ઢાંકણું એક ઇકો ચાલકના નજરે જોઈ ન શકતા પાણી સાથે ગટરના ખુલ્લા ઢાંકણામા ગાડી ફસાઈ હતી. જારે અન્ય વાહનો પણ પાણીમા બંધ થઈ જતા નગર માંથી પસાર થતાં ટુ વ્હીલર ચલાવતા ચાલકો પણ હેરાન પરેશાન થયા છે. જોકે, પાલિકાની બહારથી પસાર થઈ ગટર લાઈન સાફ કરવા માટે ઉંઈઇ દ્વારા સાફ સુફ કરી. પાણીના નિકાલ માટેની કામગીરી પણ નગરપાલીકા ચીફોફિસર દ્વારા કરવામાં આવી હતી. વરસાદે વિરામ લેતાં. પાણીનો નિકાલ કરવામાં પાલિકા તંત્ર સફળ રહ્યું હતું.

Don`t copy text!