કાલોલ નગરમાં આવેલ એમ.જી.એસ.ના નાડા પાસે ઘણા લાંબા સમયથી ટ્રાફિક પોઇન્ટ માટે સાતથી આઠ ટ્રાફિક જવાનો દ્વારા ટ્રાફિક સમસ્યાઓના નિવારણ માટે ઊભા રાખવામાં આવતા હોય છે. તેમ છતા ટ્રાફિક ની સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જ જાય છે. જ્યારે બીજી તરફ હાલોલ શામળાજી માર્ગ પર ટોલ નાકાના અનગઢ વહીવટ સામે રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે. ટોલ નાકા દ્વારા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના કોન્ટ્રાકટરોને રસ્તા મેન્ટેનન્સ માટેના કામો સોપી દેવા માં આવ્યાં છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા પણ કચાસ રાખી યોગ્ય પ્રમાણમાં કામ પુર્ણ ન કરવામા આવતાં ખાબડ ખુબ રસ્તાઓ પર દિન પ્રતિદિન ટ્રાફિકના પ્રશ્ર્નો વધતા જતા હોય છે.
ગત રોજ ટોલ નાકા દ્રારા સોંપવામાં આવેલી એજન્સીઓ દ્વારા રોડ પર પડેલા ખડાઓમા કોરી વેસ્ટ પૂરી કામ પૂર્ણ કરવાનો સંતોષ માણી રસ્તાનું લેવલીંગ ન કરવામા આવતા હાલ રોડ ખાબડ ખોબ બની ગયો છે. જેના કારણે ભારે વાહનને બે કિ.મી સુધીના માર્ગ પર સમય વિતતો હોવાનાં કારણે ટ્રાફિકની સમસ્યાનો હલ વહેલી તકે કરવો મુશ્કેલ બન્યો છે.
શુક્રવારની સાંજે કાલોલ નગરનાં એમ.જી.એસ નાડા પાસે એક આઈસર ચોકસી પર ના મધ્યસ્થ સ્થળે બંધ થઈ જતાં લાંબા સમય સુધી વાહનોના એક તરફ ના પૈડા સ્તબ્ધ થઈ ગયા હતા. જેના કારણે વાહનોની બે કિમી સુધીની લાંબી કતારો લાગી ગઈ હતી. આ સમય દરમ્યાન પ્રજાના સેવક એવા પંચમહાલ જીલ્લા સાંસદ સભ્ય રાજપાલ જાદવ પણ ડેરોલસ્ટેશન તરફના માર્ગ પરથી પસાર થતા ગાડીમા બેસી ટ્રાફિકની સમસ્યાને નિહાળી રહ્યાં હતા. અંતે લાંબા સમય પછી આઇસરની મેટરી લો થઈ જતા ટ્રાફિક જામ થઈ ગયુ હતું. અંતે ચાર્જ કરેલ બેટરી જોડી આઇસરને રસ્તા પરથી સ્ટાટ કરતા ટ્રાફિક સમસ્યાનો હલ કરવામા આવ્યો હતો.