કાલોલના વ્યાસડા ગામે 23 વર્ષીય સર્ગભા મહિલાને ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

કાલોલ,પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા વ્યાસડા ગામે રહેતા એક પરિવારની 23 વર્ષીય ગર્ભવતી મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી છે. ગામના ખેડા ફળિયામાં 23 વર્ષીય ગર્ભવતી મહિલા મીનાક્ષી પરમારે પતિના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ ગર્ભમાં રહેલા સાત મહિનાના બાળક સાથે આપઘાત કરી લીધો હોવાની હકીકતો જાણવા મળી છે. વેજલપુર પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વ્યાસડા ગામે 23 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ગામના ખેડા ફળિયામાં રહેતા હિમાંશુ પરમાર દ્વારા તેની પત્ની મીનાક્ષીને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ત્યારે પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પેટમાં રહેલા સાત માસના બાળક સાથે જીવન ટૂંકાવી લેતા આ મામલે ગામમાં ચકચાર મચી છે. જાણવા મળ્યા મુજબ ગામમાં લગ્ન ન વરઘોડામાં જવા બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. પત્નીએ પતિને વરઘોડામાં જવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ પરિણીતાએ ઘરમાં જ સાડીનો ગાળિયો કરી ફાંસો ખાઈ લીધો હતો.પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વ્યાસડા ગામે 23 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ગામના ખેડા ફળિયામાં રહેતા હિમાંશુ પરમાર દ્વારા તેની પત્ની મીનાક્ષીને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ત્યારે પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પેટમાં રહેલા સાત માસના બાળક સાથે જીવન ટૂંકાવી લેતા આ મામલે ગામમાં ચકચાર મચી છે. જાણવા મળ્યા મુજબ ગામમાં લગ્ન ન વરઘોડામાં જવા બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. પત્નીએ પતિને વરઘોડામાં જવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ પરિણીતાએ ઘરમાં જ સાડીનો ગાળિયો કરી ફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાના ભાઈએ મીનાક્ષી સાથે તેના પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી હોવાનું પોલીસને જણાવ્યું છે. અને બનેવીએ જ તેની બહેનની હત્યા કરી નાખી છે તેવા આક્ષેપ પણ કાર્ય છે. વેજલપુર પોલીસે ગુનો નોંધવાની અને મૃતદેહને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.