કાલોલ, કાલોલ તાલુકાના એરાલ ગામે ફરિયાદી સવારે દુધ ડેરીમાં દુધ ભરી પરત ફરતા હતા. ત્યારે આરોપી ઈસમે મારી સામે કેમ જોયું તેમ કહી ઝપાઝપી કરી ધર આગળ ઓસરીમાં આવી ગાળો આપી ટોમી માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના એરાલ ગામે વણકરવાસમાં રહેતા અનિલકુમાર ધનજીભાઇ મકવાણા દુધ ભરવા માટે દુધની ડેરીમાં જઈ પરત ફરી રહ્યા હતા. ત્યારે પટેલ ફળીયાના નાકા ઉ5ર આરોપી ઈસમ જીગ્નેશ ચંદુભાઇ બારીયા ઉભો હોય તેને મારી સામે કેમ જોયુંં તેમ કહીને અનિલભાઈ સાથે ઝપાઝપી કરી હતી. જેથી ફરિયાદી ધરે જતા રહેતા આરોપી ફરિયાદીના ધરે જઈ હાથમાં રાખેલ ટોમી માથાના ભાગે મારી ઈજાઓ કરી જાતિઅપમાનિત કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.