કાલોલ,
પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયા બન્યા બેફામ એક તરફ દિવાળી બાદ અનેક ઈટોના ભઠ્ઠા ધમધમે છે અને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડી ઈટોના ભઠ્ઠાના માલીક પોતાના ખિસ્સા ભરે છે. ત્યારે ખાણ- ખનીજ ટીમ દ્વારા વરવાડા ગામે ખનીજ માફિયા ઉપર રેડ કરતા ખનીજ માફિયામાં હડકંપ મચી જવા પ્રામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વરવાડા ગામે ઇટોના ભઠ્ઠાના માલીક દ્વારા કોઈપણ જાતની ખાણ-ખનીજ દ્વારા રોયલ્ટી પાસ પરમીટ વગર માટી ખોદકામ થતા ખાણ-ખનીજ દ્વારા બે જીસીબીની અટકાયત કરી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે દર વર્ષે દિવાળી બાદ ઈંટોના ભઠ્ઠા ધમ ધમે છે. ત્યારે ખાણ-ખનીજ વિભાગ માત્ર એક બે ઈટોના ભઠ્ઠા ઉપર દેખાવ પૂરતી કામગીરી કરી સંતોષ માની બાકી ઈંટોના ભઠ્ઠાના મલિકોને ખુલ્લો આશીર્વાદ આપે છે અને તેઓ સામે કોઈ કાર્યવાહી કરતા નથી. જેથી બાકી ઈંટોના માલિકોને ખુલ્લું મેદાન મળી જાય છે. ત્યારે હવે જોવાનું એ રહયું કે, ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પંચમહાલ જિલ્લામાં આવેલ તમામ ઈંટોના ભઠ્ઠા ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે ખરા ? કે પછી આંખ આડા કાન કરશે તે હવે જોવાનું રહયું.