કાલોલ તાલુકાના વરસડા ચોકડીથી મસવાડ જતાં રોડ ઉપર ઈકો ગાડીના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક સાથે અકસ્માત સર્જતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ. જયારે ચાલકની પત્નિને ઈજાઓ પહોંચતા નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના વરસડા ચોકડીથી મસવાડ જતાં રોડ ઉપર ઈકો ગાડી નં.-જીજે-18-બીએફ-6475ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક નં.જીજે-17-એવી-3651ના ચાલક ધવલ કુમારની બાઈક સાથે અકસ્માત સર્જતા ચાલક ધવલકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે પાછળ બેઠેલ કૈલાશબેનને શરીને નાની-મોટી ઈજાઓ પહોંચાડી ઈકો ગાડીનો ચાલક નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવવા પામી છે.