કાલોલ, પંચમહાલ જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય તેવા ઈસમો અંગે કાયદેસર કરવા જણાવ્યુ હતુ. જેના આધારે ગોધરા એસ.ઓ.જી.પોઈ.આર.એ.પટેલે પોસઈ તથા સ્ટાફને જરૂરી સુચના આપી હતી. ત્યારે બાતમી મળી હતી કે,કાલોલના રતનપુરા ગામે નિશાળ ફળિયામાં ડિગ્રી વગર દવાખાનુ ચાલી રહ્યુ છે. બાતમીના આધારે એસઓજી સ્ટાફના માણસો અને હેલ્થ ઓફિસરની ટીમ સાથે રહીને બાતમીવાળા સ્થળે પહોંચતા ડિગ્રી વગર દવાખાનુ ચલાવનાર ઝોલા છાપ તબીબ દેબાસીસ શીતલભાઈ બાલા (મુળ રહે.ફુલતલા, પશ્રિમ બંગાળ)ને પકડી પાડયો હતો. અને સ્થળ પરથી કુલ રૂ.1,38,018/-એલોપેથિક દવાઓ મુદ્દામાલ જપ્ત કરી હતી.