હાલોલ,હાલોલના તરખંડા ગામે નલ સે જલ યોજના અમલમાં હોવા છતાં છેલ્લા કેટલાય સમયથી પાણી મળતુ ન હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગત વર્ષે ગામમાં એક કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકી બાંધવામાં આવી છે. તેમ છતાં ગ્રામજનોને પાણી નહિ મળતા વલખા મારવાનો વારો આવ્યો છે.
તરખંડામાં પાણી અનિયમિત મળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાણી કયારે આવશે એ સમય નકકી નથી હોતો.અને જયારે પાણી આવે ત્યારે પુરતા દબાણથી આવતુ ન હોવાથી અનેક જરૂરિયાતમંદ લોકોને પુરતુ પાણી મળતુ નથી. ગામમાં વર્ષો પહેલા પાવાગઢ માંથી જુથ પાણી પુરવઠા યોજના હેઠળ નાંખેલી પાઈપો જર્જરિત બની ગઈ હોય કેટલીક જગ્યાએ પાઈપોમા લીકેજના કારણે મોટાભાગનુ પાણી વેડફાઈ જતુ હોય પુરતા દબાણથી પાણી આવતુ નથી.