કાલોલ તાલુકાના તાત્કાલિન તલાટી અબ્દુલ રજાક દોલતી એ પોતાની ૧૧ વર્ષની ફરજ દરમિયાન અંદાજે ૪૧.૭૪ લાખની વધારાની સ્થાવર તથા જંગમ મિલકતો વસાવી હોવા સામે પંચમહાલ લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા કાલોલ પંથકમાં ચકચારમચી જવા પામી છે.
સેવા નિવૃત થયેલા તલાટી અબ્દુલ રજાક દોલતી સામે અપ્રમાણસર મિલકતોભ્રષ્ટ વહીવટ મા ઉભી કરવામાં આવી હોવાની એસીબી પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલ આ ફરિયાદથી કાલોલ પંથકના રાજકીય માહૌલમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનમાં કાલોલ તાલુકા તાત્કાલિન તલાટી તરીક રજ બજાવતા અબ્દુલ રજાક દોલતી દ્વારા તારીખ ૧.૪, ૨૦૦૬ થી તા.૩૦-૬-૨૦૧૭ દરમિયાન પોતાની ફરજમાં પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીનેતેઓની કાયદેસર આવક કરતા અંદાજે ૪૧.૭૪ લાખ રૂપિયાની વધારાની સ્થાવર તથા જંગમ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા તાત્કાલિન સમયના આ નિવૃત તલાટી અબ્દુલ રજાક દોલતી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ (સુધારો ૨૦૧૮)ની કલમ ૧૩(૧)(બી),૧૩(૨) મુજબનો દાખલ કરવામાં આવેલા આ ગુનાનો લઈને કાલોલ પંથકમાં રાજકીય માહૌલ ગરમાયો છે