કાલોલના શામળદેવીના યુવાન પુત્રને માતા એ પ્રેમનો ઠપકો આપતાં પુત્ર એ શેઠના ગોડાઉનમા આપધાત

કાલોલ,
કાલોલ તાલુકાના શામળદેવી ગામનાં યુવાનના પિતાં અંદાજીત ચાર વષે પહેલાં મુત્યુ પામેલા. પિતાનાં મુત્યુ પછી મિલેશ તેની માતાં સાથે રહેતો હતો.

પોતાના પરીવારની જવાબદારી મિલેશે ઉપાડી લઈને નોકરીની શોધ કરી હતી. જેથી તેની માતાને મદદ રૂપ થઈ શકે. પિતાનાં મુત્યુ પછી અંદાજીત એકાદ વર્ષ પછી તેને પૈસા કમાવવા માટે મજબુર થઈને નોકરી શોધી કાલોલ નગરમાં આવેલ મહાકાળી દુધ ડેરીનાં માલિક અમિતભાઈ દીપકભાઈ પટેલ ને ત્યાં અંદાજીત છેલ્લા બે-ત્રણ વષેથી શેઠનાં ગોડાં ઊનમાજ રહીને નોકરી કરતો હતો.પરંતુ હોળી-ધુળેટીના તહેવાર પર કહ્યાં વગર નિકળી ગયો હતો. મિલેશ પોતાનાં ઘરે નહીં પરંતુ ગડતેશ્વર દશેન કરી સાંજે ઘરે પરત ફરતાં મિતેશને તેની માતા ગં.સ્વ.સુશીલાબેન રૃકેશભાઈ સોલંકી એ સવારથી તું ક્યાં ગયો હતો અને ઘરમાં કહ્યાં વગર જતો રહેતાં અમને ચિંતા થાય છે. આમ કહી માતા એ પુત્ર મિલેશ ને ઠપકો આપ્યો હતો. પરંતુ યોવનના જોસે પુત્ર બીજા દિવસે સાંજે મહાકાળી ડેરીનાં માલિક અમીતભાઈ પટેલ નાં ગોડાઉન પર સુવા માટે નિકળી ગયેલ. પરંતુ અચાનક મિલેશ કાલોલ સાંઈ દશેન કોમ્પલેક્ષ માં આવેલ શેઠનાં ગોડાઉનમાં છતનાં ભાગે પંખો લગાવવાનાં હુક માં પ્લાસ્ટિક ની દોરી બાંધી માતાની પ્રેમ ભરી લાગણી નાં ઠબકાને ડામ આપી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દિધું.બીજા દિવસે સવારે અમીતભાઈ પટેલ અને અરૂણભાઇ સોલંકી ગોડાઉન પર જઈને ગોડાઉન નું શટલ ખોલતા જોયું તો મિલેશ ખંખાના હુક સાથે જીવન દોરી ટુંકાવી દિધી હતી.જેની જાણ તેનાં શેઠે તેના ઘર પરીવાર ને કરતાં ઘરનાં સગા સ્નેહી ગોડાઉન પર દોડી આવ્યા હતા.જોકે ઘટનાં ની જાણ કાલોલ પોલીસ ને થતાં પોલીસ પોંહચી કાલોલ નગરપાલિકાની સબવાહીની બોલાવી રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેની ફરીયાદ મિલેશના કાકાના પુત્ર એ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. માતાનાં લાગણી ભરેલાં ઠપકો ડામ સમાન બની જઈ પુત્ર વિહોણા બની ગયો હતો.