કાલોલ,કાલોલ શક્તિપુરા ગેટ થી હાલોલ રાજપુર પાસે આવેલા ગેટ વચ્ચે બે મસમોટા ગાબડાંનું સર્જન થયું છે. કાલોલ હાલોલ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં અવાર નવાર ગાબડાં જોવા મળતા હોય છે. તંત્રની લાપરવાહીને કારણે ખેડુતો અને નજીકમાં રહેતાં રહીશો તેમજ સાઈડ પરના રોડ પરથી પસાર થતાં અનેક મુસાફરો માટે પણ જોખમ ઉભું થઈ શકે છે. 2683 કયુંસેક્સ પાણીને પ્રતિ મિનિટમાં 100 મીટર વહન કરવાનો ફોર્સ ધરાવતી અને બંને તરફ ઊંડા સ્લોપ હોવાથી કેનાલની બંને તરફ ઓછી પહોળાઈ ધરાવતી દિવાલોવાળી આ કેનાલની દિવાલોના સ્લેબમાં અનેક ઠેકાણે મોટા મોટા ગાબડાંઓ પડી જતા કેનાલના પાળો ધોવાઈ જવાનો પણ ભય ઊભો થયો છે.
ઉલ્લેખનીય એ છે કે કેનાલની બંને સાઈડો પર રોડ આવેલો છે અને આ રોડ પરથી રાત-દિવસ વાહન વ્યવહારથી ધમધમતો રહે છે. જો પાણીના વધુ પ્રવાહથી ગાબડામાં પાણીનો પ્રવાહ વધે તો સાઈડ પરના રોડની નીચે ગાબડું પડે તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે. જો પાણી વહીને આસપાસ ફરી વડે તો નજીકમાં વસવાટ કરતાં પરિવારો અને ખેડૂતોનાં ખેતરોમાં ફરી વડે તો ખેડૂતોને પણ નુકશાન સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. નર્મદા નિગમનાં કર્મચારીઓ અને અધિકારીઓના સતત પેટ્રોલિંગ પછી પણ નર્મદા કેનાલમાં પડેલા મસમોટા ગાબડાંઓ કર્મચારી કે અધિકારીઓનાં ધ્યાને કેમ નથી આવી રહ્યાં ? કે અધિકારીઓ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યાં છે.