કાલોલ, પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આજરોજ કાલોલની સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક ચેકીંંગ કરવામાં આવ્યુંં હતું. ચેકીંગ દરમિયાન ધઉં, ચોખા, તુવેરદાળ, ચણાદાળનો વધારાનો જથ્થો મળી આવતાં જથ્થો સીઝ કરી દુકાન સંચાલક વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પંંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા દિવાળીના તહેવારોમાંં રાશનકાર્ડ લાભાર્થીઓને દુકાનદારો દ્વારા અચાનક ઓછા અનાજના જથ્થાને લઈ જીલ્લાના તમામ તાલુકાઓમાં આકસ્મિક ચેકીંંગ કરીને અનેક દુકાનો માંંથી ગેરરીતિઓ ઝડપી પાડવામાં આવી છે. ત્યારે આજરોજ જીલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા વિભાગની ટીમ સાથે કાલોલના વી.આર.ખેરની સસ્તા અનાજની દુકાનમાંં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવતુંં હતું. દુકાનમાં અનાજના જથ્થાની તપાસ દરમિયાન અનાજ તેમજ અન્ય ચીજવસ્તુઓ વધારેનો જથ્થો મળી આવ્યો હતો. દુકાન માંથી 10 કટ્ટા ધઉંં, 10 કટ્ટા ચોખા, 10 કટ્ટા તુવેરદાળ, 34 કિલો ચણા તેમજ 2 કટ્ટા ચણાની દાળનો વધારાનો જથ્થો મળી આવ્યો હતો. દુકાનદાર વધારેના જથ્થા અંગે ખુલાસો કરી નહિ શકતા અનાજ સહિતનો વધારેનો જથ્થો સીઝ કરવામાંં આવ્યો હતો. દુકાન સંચાલક વિરૂદ્ધ વધારેના જ્થ્થા બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં કાલોલ તાલુકા સહિત જીલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ આચરતાં સંચાલકોમાંં ફફડાટ જોવા મળ્યો છે.