કાલોલ તાલુકાના સણસોલી ગામે ગ્રામ પંચાયત પાછળ કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી અને બે ઈસમોને 10,450/-રૂપીયાની રોકડ સાથે ઝડપી પાડવામાંં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના સણસોલી ગામે ગ્રામ પંચાયત પાછળ કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જશવંતસિંહ ઉર્ફે લાલો નરવતસિંહ સોલંકી, અરવિંદસિંહ ગજેસિંહ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા હતા અને જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રૂા.10,450/- રોકડા જપ્ત કરવામાં આવ્યા. જ્યારે ત્રણ ઈસમો નાશી છુટીયા હતા. આ બાબતે કાલોલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.