કાલોલના રાયણીયા-કરોલી ગામે ધરની પાછળ જમીનમાં ઉગાડેલ 18 લીલા ગાંજાના છોડ 1.50 લાખના મુદ્દામાલ સાથે આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્યો

કાલોલ,કાલોલ તાલુકાના રાયણીયા-કરોલી ગામે બાતમીના આધારે આધારે એસ.ઓ.જી. પોલીસે આરોપીના રહેણાંક મકાનના પાછળ આવેલ જમીન ઉગાડેલ લીલા ગાંજાના નંગ-18 કિંમત 1,54,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના રાણીયા-કરોલી ગામે રહેતા રડતીયાભાઇ નાયકના રહેણાંક ધરની પાછળના ભાગે આવેલ જમીનમાં લીલા ગાંજાના છોડનુંં વાવેતર કરેલ છે. તેવી બાતમી એસ.ઓ.જી.પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે રેઇડ કરી ધર પાછળની જમીનમાં તપાસ કરતાં લીલા ગાંંજાના છોડ નંગ-18 વજન 15,400/- કિ.ગ્રા. કિંમત 1,54,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે કિરીટભાઇ રડતીયાભાઇ નાયકને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે એસ.ઓ.જી. પોલીસે આરોપી વિરૂદ્ધ વેજલપુર પોલીસ મથકે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.